Home> Gujarat
Advertisement
Prev
Next

ઔડાનાં મકાન સસ્તા ભાવે અપાવવાના બહાને છેતરપીંડી કરનાર બંટી બબલી સામે ફરિયાદ

સસ્તા મકાન અપાવવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકી ફરી સક્રિય થઇ છે. અગાઉ માધુપુરા અને દરિયાપુર પોલિસ સ્ટેશનમાં ઝડપાઈ ચુકેલા બંટી બબલી કારંજ વિસ્તારમાં પણ 12થી વધુ લોકોને મકાન અપાવવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે. જેને લઇ પોલીસે હવે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  ફરિયાદીઓને એક દિવાસ્વપ્ન દેખાયું હતું કે પોતે ભાડાના મકાનમાં રહેતા હોય સસ્તી કિંમતે મકાન મળી જાય. પરંતુ હકીકતે  સસ્તા મકાન મળશે તે સપનું જ રહયુ અને આ લાલચ મનમાં જાગતા એક બંટી-બબલીના પરિચયમાં આવ્યા.  

ઔડાનાં મકાન સસ્તા ભાવે અપાવવાના બહાને છેતરપીંડી કરનાર બંટી બબલી સામે ફરિયાદ

મૌલિક ધામેચા, અમદાવાદ : સસ્તા મકાન અપાવવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકી ફરી સક્રિય થઇ છે. અગાઉ માધુપુરા અને દરિયાપુર પોલિસ સ્ટેશનમાં ઝડપાઈ ચુકેલા બંટી બબલી કારંજ વિસ્તારમાં પણ 12થી વધુ લોકોને મકાન અપાવવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે. જેને લઇ પોલીસે હવે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  ફરિયાદીઓને એક દિવાસ્વપ્ન દેખાયું હતું કે પોતે ભાડાના મકાનમાં રહેતા હોય સસ્તી કિંમતે મકાન મળી જાય. પરંતુ હકીકતે  સસ્તા મકાન મળશે તે સપનું જ રહયુ અને આ લાલચ મનમાં જાગતા એક બંટી-બબલીના પરિચયમાં આવ્યા.  

fallbacks

મોહમ્મદ યુસુફ ભાઈ અને તેના જેવા અન્ય કેટલાક જરૂરિયાતમંદને મકાન અપાવવાની લાલચે આ બંટી બબલીએ લોકોને છેતરવા ઔડાના મકાન સસ્તી કિંમતે અપાવવાની લાલચ આપી અનેં બાદમાં છેતરપીંડી થયાનો અહેસાસ થયો. જો કે ફરિયાદી પાસે હવે ન તો મકાન છે અને ન તો એકઠી કરેલી પોતાની મૂડી. કેમકે એકઠી કરેલી આ મૂડી આ બંને બંટી-બબલી લઈને ફરાર થઇ ગયા હતા.  જેને લઈ 32 લાખ રૂપિયાની છેતરપિંડી અંગેની ફરિયાદ કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.  

fallbacks     

(બંટી બબલીના કારનામાનો ભોગ બનેલા ફરિયાદી)

મહિલા અને પુરુષની આ જોડી 'બંટી-બબલી' અગાઉ પણ સસ્તા મકાન અપાવવાની લાલચે છેતરપિંડી કરી ચૂક્યા છે. જેને પગલે માધુપુરા અને દરિયાપુર પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી. પરંતુ ફરી એક વખત બંટી-બબલીએ આજ મોડેસ ઓપરેન્ડીથી ઔડાના મકાન સસ્તા ભાવે આપવાનું કહી છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું.  ફરિયાદીની વાત માનીએ તો આ માટે કોર્પોરેશનના એક અધિકારીને પણ કરાવાઈ હતી અને રૂપિયા ભર્યા બાદ તમામ દસ્તાવેજો અને પૈસા ભર્યાની પહોંચ પણ કોર્પોરેશન દ્વારા કપાય તેવી ફર્જી બનાવીને આપી હતી. 

જુઓ LIVE TV

ઓડા ના મકાન અપાવવા માટે બનાવટી હાઇકોર્ટના ઓર્ડરના લેટર પણ વિશ્વાસ અપાવવા માટે આરોપીઓ જરૂરિયાત મંદને બતાવતા હતા. જેથી  હાલ તો કારંજ પોલીસે અલગ અલગ 12 લોકોની ફરિયાદ નોંધી બંટી બબલીને ઝડપી પાડવા પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે હવે તો જોવું એ રહ્યું કે બંટી-બબલી પકડાયા બાદ અન્ય કેટલા લોકોને ઓડાના મકાન અપાવવાના બહાને છેતરપીંડી આચરી છે તે બહાર આવે છે.

ગુજરાતના વધુ સમચારો જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More